IED


        રાણાવાવ તાલુકામાં જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં ભણતા અને રાણાવાવનાં બી.આર.સી. ભવનનાં રીસોર્સ રૂમમાં પ્રેક્ટીસ કરી સ્‍પેશ્‍યલ ખેલ મહાકુંભમાં જિલ્‍લા કક્ષાએ કુલ-રર બાળકોએ ભાગ લીધો હતોફ આ પૈકી સાત બાળકો જિલ્‍લા કક્ષાએ વિજેતા થઇ રાજ્ય લેવલે ભાગ લેવા ગયેલ હતા.
             રાજ્ય લેવલે (૧) સંખેસરીયા શિતલબેન લખમણભાઇ કન્‍યા શાળા રાણા કંડોરણા ધો-૬ એ ૫૦ મીટર રન પ્રથમ નંબર, (ર) ઓડેદરા મનિષાબેન રાજાભાઇ પીપળીયા પ્રાથમિક શાળા, ધો-૮ ૫૦ મીટર વોકમાં પ્રથમ નંબર (૩) ભાઠી પુરીબેન લહેરુજી કન્‍યા શાળા સ્‍ટેશન પ્‍લોટ ધો-૫ એ ૨૫ મીટર વોકમાં ત્રીજો નંબર (૪) ખાનપરા મુદિત પ્રફુલભાઇ આદિત્‍યાણા કુમાર શાળા ધો-૪, ૫૦ મીટર વોકમાં ત્રીજો નંબર મેળવેલ છે.
       ઉપરોક્ત ચારેય બાળકોને તેમની વિશિષ્‍ટ સિધ્‍ધિને બિરદાવવા માટે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સરડવા સાહેબ, આઇ.ઇ.ડી.કો.-ઓર્ડિનેટર શ્રી રમણભાઇ વણકર, કેળવણી નિરક્ષક શિક્ષણશ્રી વિમલભાઇ પાંચાણી વગેરે એ તા.૧૬/૦૨/૨૦૧૩ નાં રોજ બી.આર.સી. ભવન રાણાવાવ ખાતે આવેલ રીસોર્સ રૂમની મુલાકાત લઈ આ બાળકોને પ્રોત્‍સાહિત કરેલ છે.